ભરૂચ: ફરીએકવાર ભારે પવન સાથે કમોસમી વરસાદ, અંકલેશ્વર-હાંસોટમાં 1-1 ઇંચ વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ

  • સતત 15 દિવસથી કમોસમી વરસાદ

  • મધ્યરાત્રી અને સવારના સમયે વરસાદ

  • ભારે પવન સાથે વરસાદ વરસ્યો

  • અનેક સ્થળોએ વિજળી ડુલ

નૈઋત્યના ચોમાસાની દસ્તક પૂર્વે ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત અને વહેલી સવારના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર જ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે લોકોને આકરી ગરમી અને બફારાથી રાહત મળી હતી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં 1 ઇંચ, હાસોટમાં 1 ઇંચ, ભરૂચમાં 11 મિલીમીટર અને ઝઘડિયામાં 6 મીલીમીટર વરસાદ નોંધાયો હતો.

ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં અનેક ગામોમાં વીજળી ડુલ થવાની ઘટના બની હતી તો બીજી તરફ સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનની શક્યતા સેવાઈ  રહી છે. કેરી, કેળ અને ડાંગરના પાકોમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નૈઋત્યનું ચોમાસું દસ્તક આપે તે પૂર્વે જ સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories