ભરૂચ: કમોસમી વરસાદે મીઠા ઉત્પાદકોને રડાવ્યા, 16 લાખ ટન મીઠુ ઓછું પાકે એવો અંદાજ !

કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટન જેટલુ જ મીઠાનું ઉત્પાદન થયું છે

New Update
  • ભરૂચમાં આવેલા છે મીઠાના 100થી વધુ અગર

  • માવઠાના કારણે મીઠું પકવતા ઉત્પાદકોને ફટકો

  • 70 ટકા ઉત્પાદન ઓછું થાય એવી શક્યતા

  • 16 લાખ ટન મીઠું ઓછું પાકે એવો અંદાજ

  • સરકાર પાસે સહાયની માંગ

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદને કારણે ઉદ્યોગકારોને ફટકો પડ્યો છે.માવઠાના કારણે 16 લાખ ટન મીઠું ઓછું પાકશે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે.
મીઠું બગડવું એવી ગુજરાતમાં કહેવત છે તેનો અર્થ સંબંધ બગડવો એવો થાય છે પણ માવઠાને કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો છે.ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકાવવાનું શરૂ કરતાં હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં મીઠુ કાઢતા હોય છે પણ આ વર્ષે દશેરા આસપાસ માવઠુ પડતા મીઠુ પકવી શકાયું નહોતું અને એટલે સીઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનામાં અંતમાં મીઠું કાઢવું પડ્યું હતું.
એપ્રિલમાં માંડ સ્થિતિ થાળે પડી ત્યાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટનથી વધારે મીઠાનું ઉત્પાદન કરાયું છે કમોસમી વરસાદના કારણે 70% ઉત્પાદન ઓછું થઈ જતા આ વર્ષે 16 લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની કમર તૂટી ગઈ છે.
Latest Stories