ભરૂચ: કમોસમી વરસાદમા રેલવે ગોદી વિસ્તારમાં પથરાયેલ મીઠું ધોવાયું, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી !
કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો
કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો
ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.
કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટન જેટલુ જ મીઠાનું ઉત્પાદન થયું છે
જંબુસર પંથકમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા
ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી.
ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા