ભરૂચ:વાલ્મિકી સમાજ દ્વારા  20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સમાજની ટીમો ઉત્સાહભેર લીધો ભાગ

વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • વાલ્મિકી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

  • પોલીસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરાયુ આયોજન

  • વિજેતાઓને ઇનામ વિતરણ કરાયુ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ વાલ્મીકિ સમાજ દ્વારા વાર્ષિક ટી ટવન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો ભરૂચ વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઈનલ મુકાબલો યોજાયો હતો. 
પ્રથમ બેટિંગ કરતાં વિજય વોરિયર્સે 157 રનનું લક્ષ્ય આપી સોલંકીએ સામે મજબૂત પડકાર ઊભો કર્યો હતો. જવાબમાં સોલંકીએ ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન બનાવી શકી, અને અંતે વિજય વોરિયર્સે 44 રનથી વિજય મેળવી ટુર્નામેન્ટના ચેમ્પિયન બન્યા હતા.ડૉ. બાબાસાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મિકી સમાજ દ્વારા ભરૂચ પોલીસના ક્રિકેટ મેદાન પર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. 
2025ની ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ હાજરી આપી વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી.આ ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.