ભરૂચ: વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર થતા અત્યાચારો રોકવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું

New Update
  • ભરૂચ વીર બિરસા બ્રિગેડ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ

  • આદિવાસી સમાજ પર અત્યાચાર વધ્યા હોવાના આક્ષેપ

  • અત્યાચારો રોકવાની કરવામાં આવી માંગ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા

Advertisment
ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું
ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે.હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે.કવીઠા ગામના કીર્તન વસાવાને પી.આઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી.જેવી જ રીતે વાગરાના ઓરા ગામે બે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો,જંબુસરના ધરમપુર-બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ  ઝેરી દવા પી લીધી હતી.તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક્ક,અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Advertisment
Latest Stories