બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર અત્યાચાર
અમાનવીય અત્યાચાર સામે ભારતમાં રોષ ભભૂક્યો
ભરૂચમાં VHP અને બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શન
કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર સામે આકરા પ્રહાર કર્યા
મોટી સંખ્યામાં VHP-બજરંગ દળના કાર્યકરોની હાજરી
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા અમાનવીય અત્યાચારનો ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ નજીક વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં જેહાદી અને કટ્ટરપંથીઓના ઝુંડે હેવાન બની અલ્પસંખ્યક હિન્દુ દીપચંદ્ર દાસની કરેલ હત્યાની ઘટનાના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે, ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલ દેસાઇ, હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામી સહિત મોટી સંખ્યામાં VHP અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.