ભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ સીટી સેન્ટરમાં મારામારીનો વિડીયો વાયરલ !

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સીટી સેન્ટરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિટી સેન્ટર શોપિંગ સેન્ટરના

New Update
MixCollage-07-Apr-2025-09-06-AM-7706

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સીટી સેન્ટરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisment

સિટી સેન્ટર શોપિંગ સેન્ટરના બીજા માળ પર બે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી જેમાં માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. 

યુવાનો વચ્ચે કયા બાબતે મારામારી થઈ તે હજી સુધી જાણવા મળી શક્યું નથી તો બીજી તરફ જાહેરમાં જ મારામારીનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયામાં પણ યુવાનો વચ્ચે મારામારી નો વિડીયો વાયરલ થયો હતો ત્યારે શોપિંગ સેન્ટરોમાં લુખ્ખા તત્વોના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે પોલીસ આવા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Advertisment
Latest Stories