પાલીતાણામાં વરસ્યો મુશળધાર વરસાદ
ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
આદપુરમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાયા
રસ્તો ગુમ થતા તંત્ર સામે ગ્રામજનોનો રોષ"
કોઝવેની વારંવારની રજૂઆત પણ પરિણામ શૂન્ય
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓમાંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે.જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવી રહ્યા છે.
આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે, છતાં તંત્ર આજદિન સુધી તેઓની રજૂઆતને કાને નથી ધરી રહ્યું,અને હવે ફરી એકવાર વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનો રોષે ભરાયેલા છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે.