ભરૂચ : સરદાર પટેલ ની 150મી જન્મજયંતિ નિમિતે વિકાસીત ભારત એકતા પદયાત્રાનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા, વિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • સરદાર પટેલની 150મી જન્મજયંતિ

  • વિકાસીત ભારત એકતા પદયાત્રાનું આયોજન

  • કાર્યક્રમને અનુરૂપ પત્રકાર પરિષદ યોજાઈ

  • ભોલાવ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ પત્રકાર પરિષદ 

  • સાંસદ મનસુખ વસાવાએ આપી માહિતી 

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારાવિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી માટે સાંસદ મનસુખ વસાવા અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારાવિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેની માહિતી માટે  ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ જગાડવાસામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા અને એકતાની ભાવનાને મજબૂત કરવાના આશય સાથે સરદાર@150 યુનિટી માર્ચ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત  જિલ્લા સ્તરે અને તે બાદ  રાજ્ય સ્તરે એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે.

ભરૂચ જિલ્લામાં આ એકતા પદયાત્રા સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય સ્તરની યાત્રા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાશે.જેમાં વિવિધ સામાજીક,શૈક્ષણિક ,સરકારી સંસ્થાઓ,ભાજપના કાર્યકરો,સહિત પ્રજાજનો જોડાશે.આ દરમિયાન નિબંધ ,ક્વિઝ સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.આ એકતા પદયાત્રામાં સામેલ થવા અપીલ પણ કરવામાં આવી હતી.પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ વસાવા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએસ.ડી.એમ.મનીષા માવાણી,માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories