New Update
/connect-gujarat/media/media_files/2025/02/10/yp4fPJgJmIFPokGxqOEf.jpg)
ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરએ ટીમો બનાવીને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત પી.એસ.આઈ.કે.બી.ડોડીયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા.
એ દરમ્યાન બાતમી મળી હતી કે વાલીયા પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી રવિરાજ ઉર્ફે હિટલર શંકરભાઇ વસાવા રહે.ચારણી, નિશાળ ફળીયુ, તા.ઉમરપાડા હાલ મીરાપુર ચેક પોસ્ટ પાસે હાજર છે.જેના આધારે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.