New Update
ભરૂચના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી 27 દિવસ ફરાર રહ્યા બાદ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચની વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રી પેટ્રોલીંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઉભી નહિ રાખી ગાડી ભગાડી ગયો હતો.જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલ્ટી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પોલીસે કાર ચાલક સાથે રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં કાર ચાલકની પૂછપરછ દરમિયાન અજીમ બક્ષ તેમજ ફૈજલ મકા નામના 2 ઈસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામના ઈસમની 27 દિવસ બાદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories