ભરૂચ: જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા 5 ગ્રામપંચાયતની પાણી સમિતિને રૂ.50-50 હજારનો ચેક અર્પણ કરાયો

ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 5 જેટલી ગ્રામ પંચાયતોની પાણી સમિતિને ચેકનું વિતરણ કરાયું હતું.

New Update
  • ભરૂચ જિલ્લામાં યોજાયો કાર્યક્રમ

  • જિલ્લા જળ અને સ્વરછતા એકમ દ્વારા આયોજન

  • 5 ગ્રામપંચાયતોની પાણી સમિતિને કરાય પ્રોત્સાહિત

  • રૂ.50-50 હજારના ચેકનું વિતરણ કરાયુ

  • અધિકારીઓ અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 5 જેટલી ગ્રામ પંચાયતોની પાણી સમિતિને ચેકનું વિતરણ કરાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોમાં પાણી સમિતિની રચના કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલી પાંચ ગ્રામ પંચાયતો કે જેમાં 70% થી વધુ મહિલા પાણી સમિતિ છે અને આ મહિલાઓની પાણી સમિતિએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જે બદલ રાજ્ય સરકાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચની જુની કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 ગ્રામપંચાયતોની પાણી સમિતિને રૂપિયા 50,000ના ચેકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિટ મેનેજર દર્શના પટેલ સહિતના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં સારી કામગીરી થાય દિશામાં પ્રયત્નો કરવા ઉપસ્થિતોને અનુરોધ કરાયો હતો.
Advertisment
Latest Stories