ભરૂચ: ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતા નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો શરૂ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે જેથી વહીવટી તંત્ર અને કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે જેથી વહીવટી તંત્ર અને કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 4 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી 27 ફૂટ પહોંચી ગઈ હતી જે તેની ભયજનક સપાટી 24 ફૂટ થી 3 ફૂટ વધારે નોંધાઇ હતી. જોકે ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં હવે નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે.આજે સવારના સમયે નર્મદા નદીની જળ સપાટી 22.69 ફૂટ નોંધાઈ હતી.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2,45,465 અને 18,337 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં બે લાખ 33,496 ક્યુસેક પાણીની આવક છે. તો નર્મદા ડેમની જળ સપાટી 134.19 મીટર પર પહોંચી છે. નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં વહીવટી તંત્ર સહિત કાંઠાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Latest Stories