ભરૂચ: પત્નિ સરપંચ તો પતિ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, જંબુસરના ખાનપુર દેહ ગામની ચૂંટણીમાં અનોખી ઘટના

ભરૂચના તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પતિ અને પત્ની બંનેનો વિજય થયો હતો.પતિએ સભ્ય તરીકે તો પત્નીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

New Update
  • આજે ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી

  • જંબુસરના ખાનપુર દેહ ગામની ચૂંટણીમાં અનોખી ઘટના

  • પતિ પત્નિ બન્નેએ લડી ચૂંટણી

  • પત્નિ સરપંચ બન્યા તો પતિ સભ્ય

  • ઘોડા પર મનાવવામાં આવ્યો વિજયોત્સવ

ભરૂચ જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં અનોખી ઘટના જોવા મળી છે. અહીં પતિ અને પત્ની બંનેએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ચમત્કારિક રીતે બંનેએ જ વિજય મેળવ્યો હતો.પત્ની વહીદાબેન અબ્દુલ રસીદ પટેલે 2009 મત મેળવીને સરપંચ તરીકે વિજય મેળવ્યો છે, જ્યારે પતિ અબ્દુલ રસીદ પટેલ પણ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
બંનેના એકસાથે વિજયથી ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. વિજયના ઉજવણી માટે ઘોડા પર બેસી વિજયોત્સવ યોજવામાં આવ્યો હતો. ગામજનો દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી અને ઘોડા પર બેઠેલા વિજેતા અબ્દુલ રસીદ પટેલનું ઉલ્લાસભેર સ્વાગત પણ કરવામાં આવ્યું  હતું.
Latest Stories