/connect-gujarat/media/media_files/hnIxzgNMEJPiT9MXJwOh.jpeg)
પ્રજાપિતા બ્રહ્માકુમારી વાગરા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમા તાલુકા કક્ષાએથી અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહી નારી જાતિ કલ્યાણ માટે એક આગવી ઓળખ ઉભી કરી જીવન પથ પર આગળ વધી પ્રગતિ અપાવે તેવી પહેલ કરી હતી. નારી શક્તિને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા તાલુકા પ્રમુખ, મહામંત્રી, ઉપ પ્રમુખ, icds અધિકારી, મેડિકલ ઓફિસર, તથા આજુબાજુના ગામની મહિલાઓ ખૂબ ઉત્સાહ ભેર કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.ઓમ શાંતિ ભવનના સભાખંડમાં એક અનોખો તેહવાર ઉજવાય રહ્યો હોય તેવો માહોલ જામ્યો હતો, દરેક મહાનુભાવોએ પણ પોતાનું વક્તવ્ય રજૂ કરી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો. નારી શક્તિ વધે તેમના પર થતા અત્યાચારને રોકી મહિલાઓ પોતાના જીવનમાં આગળ આવે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હો આપીને મેહમાનનું સન્માન કરાયું હતું.