ભરૂચ: વુમન્સ ક્રિકેટ ટીમનો જિલ્લાકક્ષાની ટુર્નામેન્ટમાં ભવ્ય વિજય, ક્રિકેટ એસો.દ્વારા કરાયુ સન્માન

ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચ જિલ્લા વુમન્સ ક્રિકેટ ટીમ અને નવસારી વચ્ચે રમાઈ હતી.જેમાં ભરૂચ વુમન્સ ટીમે ભવ્ય જીત હાંસલ કરી........

New Update
  • ભરૂચ ક્રિકેટ એસો.દ્વારા યોજાયો સન્માન સમારોહ

  • વુમન્સ ક્રિકેટ ટીમનું કરાયુ સન્માન

  • જિલ્લાકક્ષાની ટુર્નામેન્ટમાં થયો છે વિજય

  • નવસારી વુમન્સ ટીમને હરાવી

  • મહિલા ખેલાડીઓનું સન્માન કરાયુ

ભરૂચ જિલ્લા વુમન્સ ક્રિકેટ ટીમ નવસારી ખાતે રમાયેલ જિલ્લા કક્ષાની ફાઇનલ મેચમાં જીત મેળવતા ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં નવસારી ખાતે જિલ્લા કક્ષાની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો.આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચ જિલ્લા વુમન્સ ક્રિકેટ ટીમ અને નવસારી વચ્ચે રમાઈ હતી.જેમાં ભરૂચ વુમન્સ ટીમે ભવ્ય જીત હાંસલ કરી હતી અને પ્રથમ મેચમાં નવસારી વુમન્સ ટીમે જે ભરૂચ વુમન્સ ટીમને હરાવી હતી.જેનો બદલો ભરૂચ વુમન્સ ટીમે ફાઇનલ મેચમાં લીધો હતો.
આ ફાઇનલ મેચ જીતનાર ભરૂચ વુમન્સ ટીમનું આજરોજ ભરૂચના જી.એન.એફ.સી.ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને સભ્યોએ ભવ્ય સન્માન કર્યું હતું અને તમામ મહિલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories