ભરૂચ: ઝઘડીયા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

મિશન કો-ઓર્ડિનેટર સેજલબેન પ્રજાપતિ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સંકટ સખી એપ્લીકેશનની માહિતી આપી હતી.

New Update
Nari Vandan Utsav
ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણીનું આયોજન બ્રિટાનિયા કંપની ઝઘડીયા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડવોકેટ સજ્જદ એસ.સૈયદ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.
બ્રિટાનિયા ફાઉન્ડેશનના ન્યુટ્રીશયન રશ્મિબેન દ્વારા ગર્ભવતી મહિલાઓને ન્યુટ્રીશયન વિષે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ મિશન કો-ઓર્ડિનેટર સેજલબેન પ્રજાપતિ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સંકટ સખી એપ્લીકેશનની માહિતી આપી હતી.  
સખી વન સ્ટોપ સેન્ટરમાંથી આવેલ પિયુશાબેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી. વધુમાં તેમણે ગુજરાત સરકારની મહત્વની મહિલા માટે રોજગારલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત, બ્રિટાનિયા ફાઉન્ડેશનના ન્યુટ્રીશયન રશ્મિ મહિડા, HR ઓફિસર સ્તુતિ પ્રિલાઇ, એડવોકેટ સજ્જદ એસ.સૈયદ, ફિલ્ડ કો ઓડિનેટર મહિડા આરતીબેન, વસાવા મીનાક્ષીબેન, માઈસુરિયા મેઘા, વસાવા કાર્તિક, મિશન કો-ઓર્ડિનેટર સેજલબેન પ્રજાપતિ તેમજ DHEW ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories