ભરૂચ: વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે કલેકટર કચેરીના કર્મચારીઓએ રક્તદાન ઝુંબેશમાં ભાગ લેવા શપથ ગ્રહણ કર્યા

દર વર્ષે તારીખ ૧ ઓક્ટોબરના રોજ નેશનલ વૉલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ‘’સેલિબ્રેટિંગ ૨૦ યર્સ ઓફ ગિવિંગ : થેન્ક યુ, બ્લડ ડોનર્સ’’ આ થીમ નિર્ધારિત કરવામાં આવી છે.

New Update
blood donation bharuch
દર વર્ષે તારીખ ૧ ઓક્ટોબરના રોજ નેશનલ વૉલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ‘’સેલિબ્રેટિંગ ૨૦ યર્સ ઓફ ગિવિંગ : થેન્ક યુ, બ્લડ ડોનર્સ’’ આ થીમ નિર્ધારિત કરવામાં આવી છે.
bharuch blood
 જે અન્વયે રકતદાતાઓનો આભાર વ્યકત કરવા, તેમની નોંધણીને પ્રોત્સાહન આપવા અને નાગરિકોમાં રકતદાન અંગે જાગૃતિ વધારવા માટે તમામ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા સાથે મળીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ તારીખ ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં કર્મયોગીઓએ વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા અને રકતદાન ઝુંબેશમાં ભાગ લેવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

Latest Stories