ભરૂચ: વિશ્વયોગ દિવસની GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉજવણી, મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા

New Update
  • આજે તારીખ 21મી જૂન

  • વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • ભરૂચ જી.એન.એફ.સી.ખાતે કરાય ઉજવણી

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • અધિકારી-પદાધીકારીઓએ પણ કર્યા યોગ

ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
21મી જુનના રોજ  સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11 માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની  યોગ દિનની ઉજવણી જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવી હતી.આ તબક્કે, સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ  પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યું હતું ત્યાર બાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું.
ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેકટર  ગૌરાંગ મકવાણા, એસ.પી. મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,અધિક કલેક્ટર એન.આર.ધાંધલ,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા,જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
Latest Stories