New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નવા વર્ષના પ્રથમ દિવસે આયોજન
યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું
મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા
સૂર્ય નમસ્કાર અને ધ્યાન કર્યા
ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિવસે યોગ શિબિર યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરોએ જોડાય સૂર્ય નમસ્કાર કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નવા વર્ષના પ્રથમ દિવસે ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિના જીએનએફસી કોમ્પ્લેક્સમાં ૪૦૦થી વધુ તેમજ વડદલા ગામ ખાતે ૨૦૦ થી વધુ ભાઈઓ ,બહેનો , વડીલો અને બાળકોએ ભેગા થઈને સૂર્ય નમસ્કાર તેમજ ધ્યાન કર્યા હતા.
3000થી વધારે લોકોએ ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમનો લાભ લીધો હતો. ભાગ બન્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશના દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે એ માટેનો હતો.
Latest Stories