ભરૂચ: યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન,300 યુનિટ રક્ત એકત્રિત

ભરૂચ તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે  રક્તદાન શિબિર યોજાઇ હતી

New Update

ભરુચ તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે  રક્તદાન શિબિર યોજાઇ હતી

ભારતીય જન સંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રક્તદાન શિબિર યોજાઇ હતી જેમાં યુવા ભાજપા આગેવાનોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં 300 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટની રક્તતુલા કરવામાં આવી હતી.આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય અરુણસિંહ રણાં,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,યુવા ભાજપાના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories