ભરૂચ: નેત્રંગ નજીક ટ્રેકટર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત

ભરૂચના નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું હતું. 

author-image
By Connect Gujarat Desk
New Update
Netrnag Acdnt

ભરૂચના નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું હતું. 

ભરૂચન ઝઘડીયા તાલુકાનાં ઝરીયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો 17 વર્ષીય પુત્ર અવિનાશ વસાવા ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇક નંબર-જી.જે.16.સી.એલ.8577 લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેજને લેવા માટે નીકળ્યા હતા. 
તે દરમિયાન નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામના બસ સ્ટેન્ડ નજીક મારવાડી દુકાન સામે પુરપાટ ઝડપે ધસી આવેલ નંબર વિનાના ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે અવિનાશ વસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories