ભરૂચ: આમોદના નાહીયેર ગામ નજીક ST બસની ટકકરે બાઈક સવાર ઇસમનું મોત

નાહિયેર ગામ નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માત સર્જાયો હતો.બસ અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયુ..

New Update
st bus accident
ભરૂચના આમોદ તાલુકાના નાહિયેર ગામ નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માત સર્જાયો હતો.બસ અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયુ હતું.જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ આમોદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories