New Update
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બિરલા સેલ્યુલોઝીક કંપની દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કુલ આવેલી છે.આ શાળામાં બિરલા સેલ્યુલોઝિક કંપની ખરચ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કંપનીના એચ.આર.એમ.વિભાગના વાઇસ પ્રેસિડન્ટ જીતેન્દ્ર પટેલ, સી.એસ.આર. ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર રાજદીપસિંહ પરમાર, સી.એસ.આર. ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ મેનેજર રીંકલબહેન પરમાર, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાઇમરી શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ, તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું
Latest Stories