New Update
આજે તારીખ બીજી ઓક્ટોબર
ગાંધી જયંતિ નિમિત્તે આયોજન
ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે આયોજન કરાયું
પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
ભાજપના આગેવાનો-કાર્યકરો જોડાયા
ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવોને પુષ્પાંજલિ સાથે સ્મરણાંજલિ અર્પણ કરી હતી સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીને જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં આવ્યા હતા.
Latest Stories