New Update
ભરૂચ ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરાયુ
જીએસટી રિફોર્મ અંગે માહિતી અપાય
રિફોર્મના ફાયદા ગણાવાયા
ભાજપના નેતાઓ જોડાયા
29 સપ્ટેમ્બર સુધી ચાલશે અભિયાન
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રીફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ ભાજપના નેતાઓએ સુપર માર્કેટ વિસ્તારમાં વેપારીઓ સાથે મળી આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર,ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો સુપર માર્કેટ વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જન સંપર્ક કર્યો હતો.
Latest Stories