અંકલેશ્વરમાં નવરાત્રી પાસના કાળા બજારીયા સક્રિય થયા હોવાની ચર્ચા, બમણા ભાવમાં વેચી રહ્યા છે એન્ટ્રી પાસ

માઁ જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે,અને ગરબા રસિકો ખેલૈયાઓ પોતાના માટે એન્ટ્રી પાસની વ્યવસ્થામાં લાગી ગયા છે

New Update
a

માઁ જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે,અને ગરબા રસિકો ખેલૈયાઓ પોતાના માટે એન્ટ્રી પાસની વ્યવસ્થામાં લાગી ગયા છે,તો બીજી તરફ આ તકનો લાભ લેવા માટે પાસના કાળા બજારીયા પણ સક્રિય થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નવરાત્રી ઉત્સવે વ્યવસાયિક રૂપ ધારણ કરી લીધું છે,અને ગરબામાં પ્રવેશ માટેના એન્ટ્રી પાસ પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે.અંકલેશ્વરમાં પણ મોટા ગરબા આયોજકો દ્વારા નવરાત્રી ઉત્સવની ઉજવણી માટે ગરબા ગ્રાઉન્ડને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.બીજી તરફ ગરબા રસિકો અને ખેલૈયાઓ પણ ગરબા પાસ માટેની પળોજણમાં પડ્યા છે.અને ગરબા પાસનું વિવિધ જગ્યાઓ પર વેચાણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ ગરબાના એન્ટ્રી પાસમાં પણ ધુતારા ગ્રાહકોને ધૂતી રહ્યા હોવાની ચર્ચાઓ લોક મોઢે ઉઠવા પામી છે.આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મોટા પાયે યોજાતા નવરાત્રી મહોત્સવની ભારે ડિમાન્ડ હોય છે.પરંતુ બેફામ ભાવે વેચાતા પાસની ઘટનાઓ પર કોઈ જ અંકુશ નથી.  
માઁ અંબાની આરાધનાનાં પર્વમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધાની ઉણપ પરંતુ ગરબા આયોજકો માટે પોતાના ખિસ્સા ભરવાની વૃત્તિ જ મંત્ર બની ગયો હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે.માત્ર ગરબાના એન્ટ્રી પાસ જ નહીં પરંતુ ગરબા ગ્રાઉન્ડમાં ઉભા કરવામાં આવતા ખાણીપીણીના સ્ટોલનાં ભાડામાં પણ બેફામ ભાડું વસૂલવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે,અને મોંઘા ભાવના સ્ટોલ ભાડે રાખતા વેપારીઓ પણ ખાણીપીણીની વસ્તુઓમાં ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે,એક સામાન્ય પાણીની બોટલ પણ જે બજારમાં રૂપિયા 20 ના ભાવે સરળતાથી મળી રહે છે,એ જ પાણીની બોટલ નવરાત્રીમાં સ્ટોલ ધારકો રૂપિયા 30 થી રૂપિયા 40માં વેચતા હોવાનું પણ લોક મોઢે ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત પાર્કિંગના નામે પણ ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનું કહેવામાં આવ્યું છે.    
Latest Stories