New Update
અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ અને પર્યાવરણની સુરક્ષાને ઉજાગર કરતી બોર્ડ ગેમ હ્યુમન હિરોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની લાયન્સ સ્કૂલ ખાતે તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ લાયન્સ ક્લબ ઓફ અંક્લેશ્વર વુમનના પ્રમુખ મનીષા દુધાત અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ રાજેશ દુધાત દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ અને પર્યાવરણની સુરક્ષાને ઉજાગર કરતી બોર્ડ ગેમ " હ્યુમન હિરો" નું લોન્ચિંગ અને જીવનના મુલ્યોને સમજાવતી કાર્ટૂન બુક "Lions Funda" તેમજ લાયન્સ પ્રાર્થનાના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોર્ડ ગેમ અને કાર્ટૂન બુકના ક્રીએટર મનીષા દુધાતે તમામ મહેમાનોની ઉપસ્થિતિમાં પોતાના ક્રિએશનની સમજ આપી હતી. પ્રાર્થનાના લિરિક્સ મનીષા દુધાત, સંગીત અનુપ જૈન અને ગાયિકા જ્યોતિ રહાને અને ક્લબના મેમ્બર્સ દ્વારા આકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ કલબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ, વાઇસ મલ્ટિપલ કાઉન્સિલિંગ ચેર પર્સન દીપક પખાલે, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક દેસાઈ તેમજ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોના દેસાઈ અને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલ પટેલ અને બહોળી સંખ્યામાં ડિસ્ટ્રીકટના તેમજ રીજીયન 1 ના આગેવાનો અને અન્ય મહેમાનો તેમજ બંને ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ દ્વારા તમામ લોકોમાં કંઈક નવી વિચારધારા રોપાશે અને માનવતાના મૂલ્યોની સમજ બાળકો, યુવાનો અને વૃધ્ધોમાં ફન અને એન્ટરટેનમેન્ટ દ્વારા અલગ રીતે પ્રસ્થાપિત કરવામાં આવશે તેની ખાતરી અપાઈ હતી
Latest Stories