ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSની સંયુક્ત કાર્યવાહીમાં દરિયાકાંઠેથી 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ

(ICG) અને ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું છે. માહિતી મુજબ લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો બોટમાંથી મળી આવ્યો

New Update
Gujarat ATS Operation

ગુજરાતનાં દરિયાકાંઠેથી આશરે 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી એક બોટ પકડી પાડવામાં આવી છે.  (ICG) અને ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું છે. માહિતી મુજબ લગભગ 300 કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો બોટમાંથી મળી આવ્યો હતો.

Advertisment

ભારતીય કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.

કોસ્ટગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરીને ઝડપી લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13મી એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી.

આટલો મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવા મામલે માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ કહ્યું કે અમને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી એક ફિદા નામની વ્યક્તિ પોરબંદર 400 કિલો ડ્રગ્સ મોકલવાની છે. આ ડ્રગ્સને શ્રીલંકન બોટ રિસીવ કરવાની હતી.

જોકે બાતમી અનુસાર એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહીથી સચેત થઈ જતા પાકિસ્તાની બોટ દરિયામાં જ ડ્રગ્સના પાર્સલ ફેંકી ભાગી ગઈ હતી. કોસ્ટગાર્ડ દ્વારા તેનો પીછો પણ કરાયો હતો પણ ત્યાં સુધીમાં તે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ગઈ હતી.

Advertisment
Latest Stories