/connect-gujarat/media/media_files/2025/02/27/zbmcrIn06khh6AMQra91.jpeg)
ભરૂચની શ્રાવણ સ્કૂલ ખાતે મહાશિવરાત્રીના પવન અવસર પર બુધ કવિ સભા યોજાઈ હતી,જેમાં કવિમિત્રોએ પોતાની રચનાઓની પ્રસ્તુતિ કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય જગતના દિગ્ગજ કવિ અનિલ જોષીની અંતિમ વિદાય વેળાએ તેઓનું કાવ્ય પઠન તેમજ મૌન પાળી તેઓના દિવંગત આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.જેમાં કવિ પ્રમોદ પંડ્યાએ મહાશિવરાત્રીને ધ્યાનમાં લઈ, શિવશંભુ ભોલેનાથને અરજી સ્વીકારવા વિનવણી ભાવ સાથેનું ભક્તિગીત રજૂ કર્યું હતું.
આજના ઓનલાઇન કવિ સુરેશ 'સૂર' વડોદરાથી જોડાયા હતા.તેમના ત્રણ કાવ્યોની રજૂઆતે સૌને મોજ કરાવી હતી.અને ક્યારેક ભરૂચની બુધ કવિ સભામાં હાજર રહેવાનો સંકેત આપી રાજીપો વ્યક્ત કર્યો હતો.બુધ કવિ સભાના સાહિત્યિક પ્રયત્નોને બિરદાવી સરાહના કરી હતી.