ભરૂચ ચેપ્ટર દ્વારા બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયના પશ્ચિમ વિભાગનો પરિસંવાદ યોજાશે

બિલ્ડર્સ એસોસિએશન ગુજરાત રાજ્ય (ચેપ્ટર)ની પશ્ચિમ વિભાગની એક બેઠક તારીખ ૨૭મી જુલાઈ ૨૦૨૪ ના રોજ દેવકા બીચ રિસોર્ટ, નાની દમણ ખાતે યોજાશે વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમો ઘડવા માટે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

New Update
Builders Association Of India
બિલ્ડર્સ એસોસિએશન ગુજરાત રાજ્ય (ચેપ્ટર)ની પશ્ચિમ વિભાગની એક બેઠક તારીખ ૨૭મી જુલાઈ ૨૦૨૪ ના રોજ દેવકા બીચ રિસોર્ટ, નાની દમણ ખાતે યોજાશે. આ બેઠકમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગોવાના બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગને સાંકળતા ઉધોગો માટે એક મંચ પર એકત્ર થઈ વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમો ઘડવા માટે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
બી.એ.આઈ દ્વારા સદર બેઠક માટે એક વિસ્તૃત કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. એજન્ડામાં વિવિધ વિષયો જેવા કે શ્રમ કાયદા અને કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC માં નવીનતમ વિકાસ પર  પ્રશાંત અંબુશગેકર, કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર એની અસર વિષય પર સી.એ. તરુણ ધિયા, અધ્યક્ષ પ્રત્યક્ષ કર સમિતિ, બી.એ.આઈ. સહિત સરકારી કારારોમાં કરારની શરતો, 'રેરા'ને લગતા સંવાદ દ્વારા બાંધકામ માટે સામગ્રી અને મશીનરીમાં નવીનતમ પ્રગતિ માટે  ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે  દુષ્યંત પટેલ, માજી ધારાસભ્ય - ભરૂચ અને પ્રભારી દમણ - દીવ અને સેલવાસ ભારતીય જનતા પાર્ટી,  નિમેશ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ બી.એ.આઈ., ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન  અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. બેઠકનાં અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ બી.એ.આઈ. પશ્ચિમ વિભાગના  આનંદ ગુપ્તા રહેશે.
આ સમગ્ર પરિસંવાદ અને બેઠક માટે રચાયેલી આયોજન કમિટીમાં રાજ્યના અધ્યક્ષ સંજીવ શાહ, ભરૂચ ચેપ્ટરના અધ્યક્ષ શૈવ શેઠ, મુખ્ય સ્પોન્સર અમિત પટેલ અને સંગઠન સમિતિના અધ્યક્ષ  કાર્તિક મામલતદારનાનો સમાવેશ થાય છે.
Latest Stories