ભરૂચ: ઝાડેશ્વર ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો પર બુલ્ડોઝર ફેરવાયું, બૌડાની કાર્યવાહીથી ફફડાટ

ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણો તોડી પાડવામાં આવ્યા..

New Update
  • ભરૂચમાં તંત્રની કાર્યવાહી

  • બૌડા દ્વારા કાર્યવાહી હાથ ધરાય

  • ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

  • ઝાડેશ્વર ચોકડી નજીકના દબાણો હટાવાયા

ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે ત્યારે ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા વિનય કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામો પર ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બૌડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે જ ટીમે સ્થળ પર પહોંચીને JCB ફેરવી બાંધકામો તોડી પાડ્યા હતા.
આ કાર્યવાહી પહેલાં ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વારંવાર બોડા તેમજ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆતો કરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજીયાએ જણાવ્યું હતું કે, ભાગ્યોદય કોમ્પ્લેક્સ તદ્દન ગેરકાયદેસર રીતે ઉભુ કરવામાં આવ્યુ હતું.
આ મુદ્દે કોર્ટમાં પણ લડત ચાલી હતી પરંતુ સ્ટે કે પરમિશન ન હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા. હાલ તો બોડા દ્વારા કોમ્પ્લેક્સની આગળના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર બાંધકામો સામે એક જ દિવસની કાર્યવાહી પૂરતી નથી.
Latest Stories