અંકલેશ્વર: હિન્દૂ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું !

તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.....

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • મૌલવીએ હિન્દૂ મહિલા પર આચાર્યુ હતું દુષ્કર્મ

  • મૌલવી વિરુદ્ધ તંત્રની કાર્યવાહી

  • મૌલવીના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા

  • મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતો હતો દબાણ

અંકલેશ્વરના એક ગામમાં હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતાં મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
અંકલેશ્વર અને સુરત જિલ્લાની હદ પર આવેલા એક ગામમાં મૌલવી દ્વારા હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચારવાનો ચકચારી મામલો સામે આવ્યો હતો.આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપીએ કરમાલી તેના રહેણાંક મકાન દુકાન અને મદ્રેસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યુ હતું. જેના પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 
તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આરોપી દ્વારા મહિલાને સુગંધી પાણી પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ પણ કરતો હોવાનો ખુલાસો થયો હતો.આરોપી મૌલવી કેનેડાનો સીટીઝન છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુના નોંધાઇ ચુક્યા છે. 
Latest Stories