New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા
ચાણક્ય વિદ્યાલયમાં કરાયુ આયોજન
બિઝનેસ મેનેજમેન્ટ મીટ યોજાય
કોમર્સના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં BUSSINESS MANAGEMENT EVENTનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં ટ્રસ્ટી મહેશ પટેલ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સનાં ચેરમેન દીપેશભાઈ, શાળાનાં સંચાલક રસિલાબહેન સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
BUSSINESS MANAGEMENT EVENTમાં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળાનાં પટાંગણમાં કુલ 42 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ખાણીપીણીના 40 સ્ટોલ, બૅન્કિંગલૉન ડીપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલનો એક સ્ટોલ ઉભો કરાયો હતો. BUSSINESS EVENTનો મુખ્ય હેતુ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને BUSSINESS સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ પૂરું પાડવાનો હતો.
Latest Stories