New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
કેન્સર અવેરનેસ શિબિર યોજાય
કેન્સરની વિનામૂલ્યે કરવામાં આવી તપાસ
જયાબહેન મોદી કેન્સર સેન્ટરનો સહયોગ સાંપડ્યો
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને જયાબેન મોદી કેન્સર સેન્ટરના ઉપક્રમે કેન્સર અવેરનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા
કેન્સરની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.
ભરૂચમાં કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પિંક ઑક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો. શનિવારના રોજ ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલી ફરસરામી દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં, સ્તન કેન્સર, મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની નિદાન માટે તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે HPV રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વૈશાલી આહિર, નગરપાલિકાના સેનેટરી ચેરેમન હેમાલી રાણા, ટ્રસ્ટના ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ તથા જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટરો ભૂમિકા પંચાલ, મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
Latest Stories