અંકલેશ્વર: ધૂળેટીની રાત્રીએ કાર ચાલકે 4 વાહનોને લીધા અડફેટે, ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ

અંકલેશ્વરની ઓ.એન.જી.સી.કોલોનીથી કોસમડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો.....

New Update
  • અંકલેશ્વરમાં અકસ્માતનો બનાવ

  • ધુળેટીની રાત્રીએ અકસ્માત

  • કાર ચાલકે 4 વાહનોને લીધા અડફેટે

  • સ્થાનિકોએ કાર ચાલકને પકડી પાડ્યો

અંકલેશ્વર શહેરમાં ધુળેટીની રાત્રીએ બેદરકારીથી કાર ચલાવવાના કારણે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. ઓ.એન.જી.સી. કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો.આ ઘટનાના બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોલોનીથી કોસમડી સુધી જતા રસ્તામાં તેણે વધુ ચાર વાહનોને ટક્કર મારી હતી. 
અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સક્રિય બન્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
Latest Stories