અંકલેશ્વર: ગણેશ મહોત્સવમા ડાન્સર બોલાવી અશ્લીલ ડાન્સ કરાવનાર 3 આયોજકો સામે ગુનો દાખલ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાઈ તેવા કાર્યક્રમ કરનાર ત્રણ આયોજકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
Ankleshwar Police
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાઈ તેવા કાર્યક્રમ કરનાર ત્રણ આયોજકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંકલેશ્વરમાં ગણેશોત્સવ અને ઈદ- એ- મીલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી દુભાઈ નહીં તેમ છતાં મીરા નગર ખાતે ગણેશ મંડળના આયોજકો દ્વારા ધાર્મિક ભજનો,ગીતો સિવાય ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો સાથે ડાન્સનો કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગણેશ મંડળના ત્રણેય આયોજકો સત્યમ શ્યામલાલ શર્મા,બ્રિજેશ હનુમાન પ્રસાદ મોર્યા અને રોશન સરવન શાહને પડી તેઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories