New Update
/connect-gujarat/media/media_files/2025/10/05/shri-cishwkarma-mandir-2025-10-05-15-04-04.jpeg)
ભરૂચ જિલ્લાના વાલિયાના ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલની નિયુક્તિ બદલ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી પ્રસંગે ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિરે ભાજપના કાર્યકર્તાઓએ પૂજન અર્ચન કર્યું હતું. તેમજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરીને મીઠાઈ વહેંચીને જગદીશ પંચાલને શુભેચ્છા પાઠવી હતી.તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિજયની યશગાથા સોનેરી અક્ષરોથી સુશોભિત થાય તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી.
Latest Stories