New Update
અંકલેશ્વર શહેરનો બનાવ
મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ
દોઢ તોલાની સોનાની ચેઇનની ચોરી
બાઈક સવાર 2 ઇસમોનું કારસ્તાન
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઈક ઉપર આવેલા બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલી વૃધ્ધાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયાં હતાં.
અંકલેશ્વરની વિરાટ નગર સોસાયટીમાં રહેતા જશુબહેન ડોડીયા ગતરોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી બહેનપણીના ઘરે જતાં હતાં તે દરમ્યાન વચનામૃત સોસાયટી પાસે બાઈક ઉપર આવેલા બે ઈસમો તેમના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા તેમણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે બાઈકસવારો ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories