/connect-gujarat/media/media_files/2025/11/09/fire-2025-11-09-18-56-15.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત સહિત નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ગોડાઉનોમાં અગાઉ આગ લાગવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર આવેલા ગોડાઉનમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે માર્ગને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે, આસપાસના 2થી 3 ગોડાઉનમાં આગ પ્રસરી હતી, જ્યારે દૂર દૂર સુધી પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બનાવના પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, બનાવની જાણ થતાં અંકલેશ્વર DPMC અને પાનોલી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.