New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
યુનિટી સ્કૂલ ખાતે આયોજન
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ
અંકલેશ્વરના કમલ પાર્ક સોસાયટી સ્થિત યુનિટી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો, તેમની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને તેમને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત નોબારીયા સીઆરસી આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૫-૨૬ યુનિટી હેલ્થ ઍજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત યુનિટી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું.
જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા.આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને આમંત્રિત મહેમાનો હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આમંત્રિતોએ પ્રદર્શનમાં મુકેલ પ્રોજેકટનું નિદર્શન કર્યું હતું.આ પ્રદર્શનીમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેકટર દિવ્યેશ પરમાર, પ્રમુખ જહાંગીરખાન એચ. પઠાણ અને ઉપ પ્રમુખ સલાઉદ્દીન એચ. બેગ તેમજ યુનિટી હેલ્થ ઍજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories