કડકીયા એજ્યુકેશન કેમ્પસમાં MBA-MCAના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

અંકલેશ્વરના કડકીયા એજ્યુકેશન કૅમ્પસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એમબીએ, એમસીએ અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મળેલ વિદ્યાર્થીઓનો આજ રોજ તારીખ ૨૯.૦૮.૨૦૨૪થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
kdk
અંકલેશ્વરના કડકીયા એજ્યુકેશન કૅમ્પસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એમબીએ, એમસીએ અભ્યાસક્રમમાં નવા પ્રવેશ મળેલ વિદ્યાર્થીઓનો આજ રોજ તારીખ ૨૯.૦૮.૨૦૨૪થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં સેક્રેટરી અને એક્સિક્યુટિવ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) ટી. ડી. તિવારી , પ્રોફેસર અને એકેડમિક હેડ પ્રો.(ડૉ). અલ્પેશ નશીત દ્વારા સરસ્વતી માતાનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.

કડકીયા એજ્યુકેશન કેમ્પસમાં MBA-MCAના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ

સંસ્થાના સેક્રેટરી અને એક્સિક્યુટિવ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) ટી. ડી. તિવારી, ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી  પંકજ એમ. કડકીયા અને ટ્રસ્ટી  શ્યામ પી. કડકીયા વતી નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રોફેસર અને એકેડમિક હેડ પ્રો.(ડૉ). અલ્પેશ નશીત દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ કારકિર્દી માટે જરૂરી માહિતી આપવામાં આવી અને અભ્યાસક્રમ માટે જરૂરી માહિતી આપી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું
Latest Stories