ભરૂચ: પોલીસ દ્વારા આયોજિત હોર્સ રાઈડિંગ તાલીમ વર્ગની પુર્ણાહુતી,SP અક્ષયરાજ મકવાણાના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ

ભરૂચ પોલીસના હોર્સ રાઈડિંગ ક્લબ (માઉન્ટેડ) દ્વારા ત્રણ મહિનાનો હોર્સ રાઈડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો,તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પોલીસના હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા આયોજન

  • ત્રણ મહિનાનો તાલીમ વર્ગ યોજાયો

  • તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ

  • એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસના હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા આયોજિત ત્રણ મહિનાના તાલીમ વર્ગની પુર્ણાહુતી થતા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ પોલીસના હોર્સ રાઈડિંગ ક્લબ (માઉન્ટેડ) દ્વારા ત્રણ મહિનાનો હોર્સ રાઈડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. શહેરના નાગરિકોને ઘોડેસવારીની તાલીમ આપી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમ્યાન ભાગ લેનારાઓએ હોર્સ રાઈડિંગના મૂળભૂત પાઠો, ઘોડાની સંભાળ, સલામતીના નિયમો તેમજ પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા અને વિભાગીય પોલીસ વડા એમ.એમ. ગાંગુલીના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સાથે જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પાંચ બેસ્ટ હોર્સ રાઈડર્સને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકારની ભાવના વધુ મજબૂત બને છે.
Latest Stories