અંકલેશ્વર : આદર્શ નિવાસી શાળા ખાતે ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાય, વિદ્યાર્થીઓને સંવિધાનનો હેતુ સમજાવ્યો...

ભારતીયતા આપણો રાષ્ટ્રધર્મ છે, અને સંવિધાન આપણો ધર્મગ્રંથ છે. ત્યારે આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન..

New Update
  • GIDC વિસ્તાર સ્થિત આદર્શ નિવાસી શાળામાં કરાયું આયોજન

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

  • ભારતીય સંવિધાન દિવસની સવિશેષ ઉજવણી કરવામાં આવી

  • વિદ્યાર્થીઓને સંવિધાનની સમજ આપી મુખ્ય હેતુ પણ સમજાવ્યો

  • મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત આમંત્રિતોની ઉપસ્થિતિ 

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંવિધાન વિશેની સમજણ આપી મુખ્ય હેતુઓ પણ સમજાવ્યા હતા. આ અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીયતા આપણો રાષ્ટ્રધર્મ છેઅને સંવિધાન આપણો ધર્મગ્રંથ છે. ત્યારે આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન.

આ પ્રસંગે ઉપસ્થિત અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશ રોહિતઅંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપૂરોહિતઅંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, GIDC ભાજપ યુવા પ્રમુખ જય તેરૈયા સહિત ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરોપક્ષના કર્મઠ યુવા સાથીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories