ભરૂચ: જુના તવરા ગામે ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ, 10 ટીમ લઇ રહી છે ભાગ

ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો લઇ રહી છે ભાગ

New Update
  • ભરૂચના જુના તવરા ગામે આયોજન

  • ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયુ આયોજન

  • 10 ટીમો લઇ રહી છે ભાગ

  • ગામના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • એકતા વધે એ હેતુથી ટુર્નામેન્ટનું આયોજન

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170 થી વધુ યુવા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એકજ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય રહી છે. આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે આગેવાન ગણપતસિંહ પરમાર, મનહરજી પરમાર, પ્રવીણસિંહ પરમાર, ડાહ્યાભાઈ આહીર, પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories