અંકલેશ્વર: પટેલ નગર નજીક ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીની ધરપકડ

બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા સંજય ચૌહાણ ,લાલચંદ વિશ્વકર્મા ,મોતી માંગગારોડી , સુરેશ ચુડાસમા, રાજુ વાઘરી અને અજય વસાવાને ઝડપી લીધા

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા

  • પટેલ નગર નજીક રમાતો હતો જુગાર

  • 6 જુગારીઓની ધરપકડ

  • રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વરના પટેલ નગર નજીક ક્રાઇમ બ્રાન્ચે  જુગાર રમતા 6 જેટલા જુગારીયાઓની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પટેલ નગર નજીક ઝુપડપટ્ટી પાસે જુગાર રમાય રહ્યો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા સંજય ચૌહાણ ,લાલચંદ વિશ્વકર્મા ,મોતી માંગગારોડી ,સુરેશ ચુડાસમા ,રાજુ વાઘરી અને અજય વસાવાને ઝડપી લીધા હતા.
એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 14 હજાર 400 તથા 30 હજારના ત્રણ મોબાઈલ ,અને બે બાઈક મળી કુલ રૂપિયા 1 લાખ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories