અંકલેશ્વર: રીઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી મગર ઝડપાયો,  સુરક્ષિત જગ્યાએ છોડી મુકાશે

અંકલેશ્વર GIDC માં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો પકડાયેલ મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરાઇ

New Update
  • અંકલેશ્વર રિઝર્વ તળાવ નજીકથી મગર પકડાયો

  • અગાઉ તળાવમાં મગર નજરે પડ્યો હતો

  • વોક વે કરવામાં આવ્યો હતો બંધ

  • સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરી

અંકલેશ્વરના રીઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી માદા મગરીને સલામત પકડી સુરક્ષિત સ્થળે છોડી મુકવાની વનવિભાગે તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર GIDC માં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો. જેને લઈ લોકોની સલામતી માટે અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયાના મુખ્ય અધિકારી વોકવે પર લોકોને ચાલવા માટે પ્રતિબંધ મુકાયો હતો.
દરમિયાન વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા બે થી ત્રણ બચ્ચા પકડી લેવાયા હતા. આજરોજ 10 થી 12 વર્ષનો માદા મગર તળાવની પાછળ ખાડીમાં નજરે પડ્યો હતો. અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોભ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. સાથે જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. માદા મગરને સલામત રીતે પકડી લઈ તેના તબીબી પરીક્ષણ બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી.
Latest Stories