ભરૂચ: SRF કંપનીના કર્મચારી સાથે KYC અપડેટના નામે HDFC મેનેજરનો સ્વાંગ રચી સાયબર ગઠિયાએ કરી ₹9.12 લાખની ઠગાઈ

ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવી HDFC બેંકના મેનેજર તરીકે ઓળખ આપી પીડિતને બેન્ક ખાતાનું KYC અપડેટ કરાવવા જણાવ્યું હતું....।

New Update
Cyber fraud
ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા તુષાર ચંપકલાલ મહેતા SRF કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. ગત 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવી HDFC બેંકના મેનેજર તરીકે ઓળખ આપી ખાતાનું KYC અપડેટ કરાવવા જણાવ્યું હતું.
ઠગે તુષાર મહેતાને આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા વોટ્સએપ પર મોકલવા જણાવ્યું હતું. ત્યારબાદ HDFCBank.Apk નામની ફાઈલ મોકલી તેમાં વિગતો ભરવા કહ્યું હતું. પીડિતે અજાણતા આ ફાઈલ ખોલતા તેમના મોબાઈલ અને વોટ્સએપ એકાઉન્ટનો ઠગોએ એક્સેસ મેળવી લીધો હતો.
સાયબર ગઠિયાઓએ પીડિતના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹2.74 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સાથે જ પીડિતના નામે ઓનલાઇન પર્સનલ લોન લઈને ₹6.62 લાખ મંજૂર કરાવી તેમાંથી ₹6.37 લાખ જેટલી રકમ પણ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.આ રીતે કુલ ₹9.12 લાખની છેતરપિંડી થતા પીડિતે અગાઉ NCCRP પોર્ટલ પર અરજી પણ કરી હતી, પરંતુ રકમ પરત મળવાની શક્યતા ઓછી જણાતા આખરે સાયબર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
Latest Stories