ભરૂચ : ઝઘડીયા તાલુકામાં આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી, કેળ સહિતના પાકમાં મોટું નુકશાન...

ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું..

New Update
  • જિલ્લા સહિતના તાલુકાઓમાં વરસ્યો હતો વરસાદ

  • ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી

  • નદી કાંઠાના ખેતરોમાં ઊભા પાકને થયું મોટું નુકશાન

  • ખેતી નુકશાન સામે ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું

  • સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ નદી કાંઠાના ખેતરોમાં તારાજી સર્જી દેતા ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં મકાનો છતો ઉડી જવા સાથે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતાત્યારે ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ઝઘડીયા તાલુકાના ભાલોદઓર પટાર,  ટોથિદ્રાતરસાલીવણકપોરકૃષ્ણપરિરુંઢઇન્દોરપાણેથાઅશાવાસણા સહિત વિસ્તારના ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પાક લેવાની તૈયારીના સમયે ખેડૂતોના ખેતરમાં કેળના ઉભા ઠળિયા મૂળમાંથી ઉખડી જમીનદોસ્ત થયા છે. જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફસરકાર દ્વારા સર્વે કરાવી સહાયરૂપી મદદ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories