અંકલેશ્વરના પીરામણ ગામ તળાવમાં પ્રદુષિત પાણીને કારણે માછલીના મોતથી સ્થાનિકોમાં આક્રોશ

પીરામણ ગામ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે તળાવના પાણીમાં માછલીઓ ટપોટપ મોતને ભેટી હોવાની ઘટના પ્રકાશમાં આવી ઘટના અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી

Piraman Village Fish Death
New Update
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ તળાવમાં મૃત હાલતમાં માછલીઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી,તળાવમાં પ્રદૂષિત પાણીથી આ માછલીઓના મોત થયા હોવાનો સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે તળાવના પાણીમાં માછલીઓ ટપોટપ મોતને ભેટી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ ઘટના અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી હતી,અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળ પર દોડી જઈને તળાવના પાણીના નમૂના લઈને પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા હતા.
Piraman Village Fish Death...
સર્જાયેલી ઘટનાથી વ્યથિત સ્થાનિક લોકોએ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે માછલીઓના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો,અને બેજવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. 
#polluted water #Piraman Village #Piraman gram #પીરામણ ગામ #માછલીના મોત #Fish Death
Here are a few more articles:
Read the Next Article